અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની સૌથી વિહંગમ તસવીર રામમંદિર ટ્રસ્ટે જારી કરી છે. આ તસવીર મંદિરના ફ્રન્ટ લૂકની છે અને સામેથી મંદિર કેવું દેખાશે તે દર્શાવે છે. શ્રીરામની જન્મૂભમિ પર નિર્માણ પામી રહેલું તેમનું મંદિર કેટલું લાંબુ અને કેટલું પહોળું હશે અને તેની ઊંચાઈ કેટલી હશે તે અંગે તમને આ તસવીરથી અંદાજ પડી જશે.