સીબીઆઇ અદાલત દ્વારા મળેલી ક્લીનચીટને વધાવી લેતાં કેસના મુખ્ય આરોપી પૈકીના એક અને પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ ચળવળમાં મારી અને ભાજપની શ્રદ્ધા તથા પ્રતિબદ્ધતા પર કોર્ટે મહોર મારી છે. હવે પુરવાર થઇ ગયું છે કે બાબરી મસ્જિદના વિધ્વંસ માટે કોઇ કાવતરું ઘડાયું નહોતું. નિર્દોષ છૂટેલા વિશ્વ હિંદુ પરિષદના નેતા આચાર્ય ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. તેના માટે હું પ્રણામ કરું છું. અમે બધા મળીને જે જૂના ડાઘા છે તેને ધોઇશું. આતો પહેલી ઝાંખી છે. હજુ કાશી અને મથુરા બાકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જનરલ સેક્રેટરી સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, હવે સમાજના તમામ વર્ગોએ દેશની પ્રગતિ માટે કામ કરવું જોઇએ. બીજી તરફ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ પર આવેલી ઇદગાહ મસ્જિદ હટાવાની માગ કરતી અરજી મથુરાની કોર્ટે ફગાવી દીધી છે.