ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધાં છે પણ સાથે સાથે આ પગલું સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચન્દ્રયાન-૩એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉત્તરાણ કર્યા બાદ જણાવ્યું હતું. વડાપ્રધાને જાહેર કર્યું હતું કે હવે શુક્ર તથા સૂર્યનું મિશન આપણું ધ્યેય છે.
જ્હોનિસબર્ગથથી ઈસરોના વિજ્ઞાનીઓને વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતં કે ભારતે પૃથ્વી પર એક સંકલ્પ કર્યો હતો અને હવે ચંદ્ર પર પહોંચીને તે પરિપૂર્ણ કર્યો છે.
આ ક્ષણ આપણે શાશ્વત સમય સુધી વધાવતાં રહેશું એમ કહેતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે ભારત ચંદ્રનાં દક્ષિણ ઘ્રુવપર પહોંચ્યું છે જ્યાં અત્યાર સુધી બીજા કોઈ દેશે ખેડાણ કર્યું નથી.