ગૌવંશની હત્યા એ સંસ્કૃતિ – ધર્મ અને દેશ વિરોધી કૃત્ય છે. આ કેરળ નથી, ગુજરાત છે. કોંગ્રેસ નથી, ભાજપ છે. આ પ્રકારના કૃત્યોને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. ૩૩ કરોડ દેવાતાઓનો વાસ ધરાવતી ગૌમાતાની ખુલ્લી હત્યા કરીને કોંગ્રેસ શું મેસેજ આપવા માંગે છે તે સ્પષ્ટ કરે, માફી માંગે તેવી માંગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ગોકુળિયા ગામ જેવા ગુજરાતમાં પિપળો, નાગદેવતા, તુલસી, પાળિયા અને ગૌમાતા પુજાય છે. અહિંસા અને સર્વોપકારથી પર્યાવરણના જતનના આ સંસ્કાર જીવનને કારણે ગુજરાતમાં ગૌવંશની હત્યા રોકવા કાયદામાં જનમટીપની સજાની જોગવાઈ કરી છે. દારૂબંધીનો કાયદો મજબૂત કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ”મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલનું ગુજરાત છે. દયાનંદ સરસ્વતીથી માંડીને પ્રમુખ સ્વામીના ધર્મ સંસ્કારોથી મંડિત ગુજરાત છે, અહીં, ગૌ-ગંગા અને ગીતા આસ્થાના કેન્દ્રો છે એમનુ સન્માન એ જ અમારા સંસ્કાર છે” એમ કહીને કેરળમાં ગૌહત્યા કરનારા કોંગ્રેસના નેતાઓ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓને પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો હતો.