ગુજરાતના ચોમાસા પર વાવાઝોડા રૂપી સંકટ છવાયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ મોડો પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ માટે અરબી સમુદ્રમાં લક્ષદ્રીપ નજીક સર્જાયેલુ લો પ્રેશર જવાબદાર છે. આગામી 48 કલાકના સમયમાં આ લો પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનના પરિવર્તિત થશે. ત્યારબાદ આ ડિપ ડિપ્રેશન એટલે કે, વાવાઝોડામાં ફેરવાય જશે. જો આ પરિસ્થિતિ સર્જાય છે તો 11 જૂને ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પહેલા હાલની સ્થિતિએ આ વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનમાં ત્રાટકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.