જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરી દીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ નિર્ણય તેને ખૂબ મોંઘો પડશે. આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન અનેક વસ્તુઓ પર ભારત પરત આધારિત હતું. પરંતુ હવે બંને દેશ વચ્ચે વેપાર બંધ થતાં પાકિસ્તાને આ વસ્તુઓ કોરિયા અને ચીન પાસેથી ખરીદવી પડશે. એવામાં આ વસ્તુઓને આયાત કરવાનું પાકિસ્તાનને મોંઘું પડશે.
ભારતમાં કેમિકલ્સ, ડાઇ અને અન્ય પ્રોડક્ટ્સ 35% સસ્તી
પાકિસ્તાનના વર્તમાનપત્ર 'ડૉન'ના રિપોર્ટ પ્રમાણે, ઓલ પાકિસ્તાન ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલ્સ એસોસિએશનના પૂર્વ ચેરમેન સલીમ પારેખે કહ્યુ કે, ભારતનો સામાન ચીન અને કોરિયાની પ્રોડક્ટ્સની સરખામણીમાં 30થી 35 ટકા સસ્તો છે. આ ઉપરાંત અન્ય દેશની સરખામણીમાં આયાતમાં પણ ઓછો સમય લાગે છે. સામાનના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ચીન અને કોરિયાની સરખામણીમાં ઓછો થાય છે.
ટેક્સટાઇલ પ્રોસેસિંગ મિલો ભારતીય બ્રાન્ડની આદી છે, પરંતુ હવે તેમણે ભારતના બદલે ચીન અને કોરિયાની બ્રાન્ડ પસંદ કરવી પડશે. જેમાં થોડો સમય લાગશે. તેમણે કહ્યુ કે, દેશ માટે અમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ.
દુબઇના રસ્તે આવી શકે છે ભારતનો સામાન
પાકિસ્તાન હોઝરી મેન્યુફેક્ચર્સ એન્ડ એક્સપોર્ટ્સ એસોસિએશનના ચેરમેન જાવેદ બિલવાનીએ કહ્યુ કે ટેક્સટાઇલ સેક્ટર મોટાભાગે ભારતના કેમિકલ્સ અને ડાઇ પર આધારિત છે. ભારત સાથે વેપાર બંધ થતાં હવે દુબઈના રસ્તે ભારતનો સામાન આવવાનો ડર છે. આનું કારણ એવું છે કે ભારતીય પ્રોડક્ટ ચીન અને અન્ય દેશની સરખામણીમાં 15થી 20 ટકા સસ્તી છે.
હવે આ દેશ પર આધાર રાખશે પાકિસ્તાન
એફબી એરિયા એસોસિએશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ખુર્શીદ અહમદે કહ્યુ કે ટેક્સટાઇલ સેક્ટર હવે ભારતના બદલે ચીન અને પૂર્વ એશિયન દેશોમાંથી સામાન ઇમ્પોર્ટ કરશે, પરંતુ તે મોંઘો પડશે. આ ઉપરાંત પાકિસ્તાન ભારતમાંથી ચા પણ મોટા જથ્થામાં આયાત કરે છે.
પાકિસ્તાન ટી એસોસિએશન (PTA)ના ચેરમેન શોએબ પરચાએ કહ્યુ કે, હવે પાકિસ્તાને તેના વિકલ્પ તરીકે વિયેતનામ અને આફ્રિકન દેશની વાટ પકડવી પડશે. પાકિસ્તાનમાં ચાની કુલ આયાતમાં પાંચ ટકા હિસ્સો ભારતનો છે.