લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. તેના બાદથી અત્યાર સુધી સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કરોડો કાર્યકરોનું અભિનંદન કર્યું હતું. એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર. 2019માં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો - વિશ્વાસ. આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે. એનડીએને 22 રાજ્યોમાં સરકાર બનાવી લોકોએ સેવા કરવાની તક આપી. મોદીએ કહ્યું કે મારા માટે આ ભાવુક ક્ષણ છે. દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. એનડીએને તેમણે શુદ્ધરૂપે ઓર્ગેનિક ગઠબંધન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એનડીએના કેન્દ્રમાં ગરીબનું કલ્યાણ છે. સરકારની જેટલી દખલ ઓછી તેટલી લોકશાહી મજબૂત થાય છે. મારા માટે બધા એક સમાન છે. સરકાર ચલાવવા બહુમત ખૂબ જ જરૂરી છે. અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ.