ચૂંટણી આવતાની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક નેતાના રાજીનામાં પડવાનો દોર શરૂ થઇ જાય છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડવાની વાત કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના જયરાજસિંહની નારાજગી પછી અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બદરુદ્દીન શેખે તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બદરુદ્દીન શેખની સાથે-સાથે 13 જેટલા અન્ય સભ્યોએ પણ પક્ષ સમક્ષ તેમનું રાજીનામું ધરી દીધું છે. આ બાબતે બદરુદ્દીન શેખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.
જયરાજસિંહે પણ નારાજગી વ્યક્ત કરી હતી...
જયરાજ સિંહે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અપલોડ કરીને માહિતી આપી હતી કે, 'વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. જયમાતાજી' હજી તો આ એક નેતાને પાર્ટી નથી મનાવી શકી ત્યાં તો બીજા એક નેતાએ તેમના તમામ હોદ્દા પરથી રાજુનામું આપી દેતા કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર કોંગ્રેસ દ્વારા બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવતા બદરુદ્દીન શેખની નારાજગી સામે આવી હતી. બદરુદ્દીન શેખનું રાજીનામું પડતા પાર્ટી દ્વારા તેમને મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.