Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ પરપ્રાંતિયો પોતાના વતન પરત ફરવા માટે બેબાકળા બન્યા છે દરમિયાન દેશ અને રાજ્યમાં પોલીસ પર હુમલા સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે આજે ગુજરાતના એડી.ડીજીપી IPS અધિકારી હસમુખ પટેલે ટ્વીટ કરી પરપ્રાંતિયોની માફી માંગી છે. તેમને ટ્વીટમાં લખ્યું કે, કાલે મારા ઘર નજીક બે શ્રમજીવીઓ પોલીસ સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા. તે સમયે પોલીસ કર્મીઓએ સંયમ રાખ્યો. જો કે નજરે જોનારા આ IPSએ સમગ્ર દેશના શ્રમિક ભાઈઓની આવી માનસિક સ્થિતિને લઈને એક ભારતીય તરીકે પોતાને જવાબદાર ગણાવ્યા હતા અને તમામ શ્રમિકોની માફી માંગી છે. 

ગુજરાત સરકારે પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવાની જાહેરાત કરીને હસમુખ પટેલને પણ કેટલીક જવાબદારી સોંપી હતી. જો કે તેઓએ આ જવાબદારી બખૂબી નિભાવી અને સતત સોશિયલ સાઇટ્સ ઉપર લોકોને માહિતી આપતા રહ્યા છે.

ઘણાં ઓછા લોકો જાણતાં હશે કે હસમુખ પટેલ એક અલગ વ્યક્તિત્વ ધરાવતા અધિકારી છે. જેઓ સામાન્ય માણસ માટે હંમેશા મદદ માટે તૈયાર હોય છે. પોલીસ વિભાગમાં આ અધિકારી નોન કરપ્ટેડ તરીકેની છાપ ધરાવે છે સાથે જ તેઓ પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં લોકચાહના ધરાવે છે. આવા અધિકારીઓ ખુબ ઓછા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ