છોટાઉદેપુરના પ્રાંત અધિકારી પ્રવીણ ચૌધરી દરરોજ ઘરેથી છોટાઉદેપુર નગર સેવા સદન સુધી આવવા અને જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. જો સરકારી કામ હોય તો જ સરકારી ગાડીનો ઉપયોગ કરે છે. તેમનું માનવું છે કે સાયકલિંગ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને પ્રદૂષણ પણ ફેલાતું નથી. દરેક યુવાને હરરોજ ઓછામાં ઓછી એક કિલોમીટર સાયકલ ચલાવે તો કસરત પણ થઇ જાય.