આર્થિક સુસ્તી અને ઈક્વિટી બજારનું ખરાબ પ્રદર્શન હોવા છતા દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા સળંગ મોટી કમાણી કરી રહ્યા છે. રાકેશ અને રેખા ઝુનઝુનવાલાએ માત્ર ચાર દિવસમાં જ 483.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, બંનેના પોર્ટફોલિયોમાં ટાઈટન કંપનીના શેર હતા, જેણે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. રાકેશ અને રેખા ઝુનઝુનવાલા પાસે ટાઈટન કંપનીના કુલ 6998.12 કરોડ રૂપિયાના શેર છે. ટાઈટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાના ભાગીદારી 5.75 ટકા સાથે 5.10 કરોડ શેરની છે. જ્યારે તેમની પત્ની રેખા પાસે આ કંપનીમાં 1.30 ટકાની ભાગીદારી સાથે કુલ 1.15 કરોડ શેર છે.