અત્યાર સુધી તમે અનેક સોનાની ઝવેરાત જોઇ હશે. દરેક વ્યક્તિએ સોનાના પગરખાં અને કપડાં વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમે પહેલી વખત જ આ વિશે સાંભળશો જે છે ગોલ્ડ એટીએમ કાર્ડ. બ્રિટીશ સરકારની માલિકીની કંપની 'ધ રોયલ મિન્ટ' એ વિશ્વનું પહેલું ગોલ્ડ એટીએમ કાર્ડ બનાવ્યું છે, જેની કિંમત લાખોમાં છે. કંપનીએ આ કાર્ડનું નામ 'રેરિસ' રાખ્યું છે.
આટલી છે લક્ઝરી પેમેન્ટ કાર્ડની કિંમત
આ સોનાના કાર્ડની વિશેષતા એ છે કે તે 18 કેરેટ સોનાથી બનેલું છે. હવે તમે વિચારતા જ હશો કે તેની કિંમત શું છે? આ એટીએમ કાર્ડ 18,750 યુરો એટલે કે લગભગ 14 લાખ 70 હજાર રૂપિયા છે. તેની ઘણી સુવિધાઓને કારણે, તેને લક્ઝરી પેમેન્ટ કાર્ડ્સની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.
આ ડૅબિટ કાર્ડમાં ગ્રાહકનું નામ અને હસ્તાક્ષર હશે, જે તેને ખરીદવા માટે વધુ લોકોને આકર્ષિત કરે છે.
આ સોનાના કાર્ડથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ નથી.
ગ્રાહકો આ કાર્ડનો ઉપયોગ ઘણી રીતે કરી શકે છે. ગ્રાહકોને કોઈ વિદેશી વિનિમય ફી ચૂકવવાની રહેશે નહીં.
મર્યાદિત ગ્રાહકોને ગોલ્ડ કાર્ડ મળશે
કેટલા લોકોને આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ આપવામાં આવશે તે અંગે કંપની દ્વારા હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એક દાવા મુજબ, તે મર્યાદિત ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે.