મહારાષ્ટ્રના પુના શહેરમાં દેવેન્દ્ર શાહની માલિકીની ભાગ્યલક્ષ્મી નામની ડેરીનું દૂધ અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઋતિક રોશન જેવા સેલિબ્રિટીઝના ઘરો સુધી પહોંચે છે. આ ડેરીના એક લિટર દૂધની કિંમત 90 રુપિયા છે. આ ફાર્મમાં લગભગ 4000 ડચ હોલ્સ્ટીન ગાય છે જે ROનું પાણી પીવે છે અને તેના માટે ઉચ્ચ ક્વૉલિટીના ચારાની વ્યવસ્થા કરાય છે. સાથે મ્યુઝિક પણ સંભળાવાય છે.