ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ભારત પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. તેને અંતર્ગત ભારતમાં આજથી જ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ કોવિડ ટેસ્ટ જરૂરી બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા કેટલાક મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ આજથી કરવામાં આવશે. ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2 ટકાનો રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવશે. કોરોનાના વધતા ખતરાને જોતા આજે સવારે 10 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ ટેસ્ટનો નિયમ લાગુ કરવામાં આવશે.