દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થયું. તેઓ 81 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે બપોરે 2.30 કલાકે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. આ અગાઉ તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે કોંગ્રેસ મુખ્યમથકમાં રાખવામાં આવશે. સરકાર તરફથી દિલ્હીમાં 2 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.