Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી હાલના દિવસોમાં મોદી સરકારની નીતિઓ પર સતત સવાલ ઉઠાવી રહ્યાં છે. રાહુલ ગાંધી એક વીડિયો સિરીઝ “સત્યની સફર: રાહુલ ગાંધીની સાથે” (Truth With Rahul Gandhi) શ્રેણીનો ત્રીજો વીડિયો આજે રજૂ કર્યો છે. જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “વડાપ્રધાન પાસે ચીનની સમસ્યા ઉકેલવા માટેનું કોઈ સમાધાન જ નથી. PM મોદીનું સંપૂર્ણ ફોક્સ પોતાની ઈમેજ બિલ્ડિંગમાં છે. તમામ સંસ્થાઓ પણ આજ કામમાં જોતરાઈ ગઈ છે. જેના કારણે રાષ્ટ્રહિત સાધી ના શકાય. જો ચીને આપણી નબળાઈ જાણી લીધી, તો પછી ગરબડ થઈ શકે છે.”

ચીન સાથે સામનો કરવા સંદર્ભે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “સૌથી પહેલી વાત તો એ છે કે, તમે કોઈ દ્રષ્ટિકોણ વિના ચીનનો સામનો નહીં કરી શકો. હું માત્ર રાષ્ટ્રીય દ્રષ્ટિકોણની જ વાત નથી કરતો, મારો અર્થ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ છે. ભારતે હવે વૈશ્વિક દ્રષ્ટિકોણ અપનાવવો જ પડશે.

હું ઘણો ચિંતિત છું, કારણ કે એક મોટા અવસરને ગુમાવવામાં આવી રહ્યો છે. આપણે દૂરનું નથી વિચારી રહ્યા અને આંતરિક સમતુલન ખોઈ રહ્યાં છીએ. આપણે અંદરોઅંદર લડી રહ્યાં છીએ. રાજનીતિમાં જ જોઈ લો, આખો દિવસ ભારતીયો અંદરોઅંદર લડી રહ્યાં છે. ”

રાહુલે વધુમાં જણાવ્યું કે, “વડાપ્રધાન મારા વિરોધી છે અને મારી જવાબદારી છે કે હું તેમને પ્રશ્ન પૂછુ અને દબાણ લાવું. જેથી તેઓ કામ કરે. હું દાવા સાથે કહી શકું છે કે, દ્રષ્ટિકોણ ના હોવાના કારણે જ ચીન આપણી જમીન પર ઘુસણખોરી કરી રહ્યું છે.

આપણે મોટાપાયે વિચારીશું, તો જ ભારતની રક્ષા કરી શકીશું ચીન સાથે સરહદ વિવાદ છે. તેનું આપણે સમાધાન કરવાનું છે, પરંતુ આપણે રીત બદલવી પડશે. આપણે આપણા વિચાર બદલવા પડશે.”

અગાઉ રાહુલ ગાંધીએ પોતાના વીડિયો સિરીઝના બીજા ભાગમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સત્તામાં આવવા માટે એક નકલી સ્ટ્રોન્ગમેનની છબી તૈયાર કરી છે. આજ તેમની સૌથી મોટી તાકાત હતી અને હવે તે ભારતની સૌથી મોટી નબળાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ