Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાવવધારાની મોસમ શરૂ થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ અને દૂધમાં ભાવવધારાની સાથે સાથે હવે ઓટોમોબાઇલ્સના વીમા પણ મોંઘાં થઈ જશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ)એ  કાર, ટુ વ્હિલર, સ્કૂલ બસથી માંડીને ટ્રક સુધીના વાહનોના થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આઈઆરડીઆઈ દ્વારા કારના વીમાના પ્રીમિયમમાં ૧૪ ટકા, ટુ વ્હિલરમાં ૨૧.૧૧ ટકા અને ટ્રક જેવા જાહેર પરિવહનના વાહનોનર્થર્ડ પાર્ટી વીમાના પ્રીમિયમમાં ૧૧ ટકાનો વધા।રો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સ્કૂલ બસના વીમાના પ્રીમિયમના બેઝિક રેટમાં ૫.૨૯ ટકા અને પ્રતિ લાઇસન્સ્ડ પેસેન્જરમાં ૫.૩૪ ટકાનો વધારો સૂચવ્યો છે. જોકે નવી કાર અને ટુ વ્હિલર માટેના લાંબા ગાળાના પ્રીમિયમ દરોમાં કોઈ બદલાવ કરાયો નથી, નવી કાર અથવા ટુ વ્હિલરના કેસમાં લાંબાગાળાના પ્રીમિયમના દરોમાં કોઈ બદલાવ નહીં થાય.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ