2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને પડકારવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધન 'INDIA'ની બે દિવસીય બેઠક આજથી મુંબઈમાં યોજાશે. તેમાં INDIAના સંયોજકનું નામ નક્કી કરવા ઉપરાંત, સંકલન સમિતિની રચના થવાની અપેક્ષા છે. આ સાથે બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.