કોંગ્રેસે લોકસભા ચૂંટણી ત્રીજી યાદી પણ બહાર પાડી છે. પાર્ટીએ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા. કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે ત્રીજી યાદીમાં નવ નામોની જાહેરાત કરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં તમિલનાડુ રાજ્યની લોકસભા બેઠકો માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની 11 બેઠક પર ઉમેદવારોના નામ
•સુરત- નિલેશ કુંભાણી
•પાટણ- ચંદનજી ઠાકોર
•ગાંધીનગર- સોનલબેન પટેલ
•સાંબરકાંઠા- તુષાર ચોઘરી
•જામનગર- જે.પી.મારવિયા
•અમરેલી- જેની બેન
•આણંદ- અમિત ચાવડા
•ખેડા- કાળુસિંહ ડાભી
•પંચમહાલ- ગુલાબસિંહ ચોહાણ
•દાહોદ- પ્રભાબેન તાવિયાડ
•છોટા ઉદેપુર- સુખરામ રાઠવા