કોરોના વાઈરસે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
જમ્મુ કાશ્મીરમાં પણ એક દર્દીનું મોત
ગુરુવારે જ કાશ્મીરમાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત નીપજ્યું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 600થી વધુ કેસો નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના કોરોના વાઈરસના દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શ્રીનગરની CD હોસ્પિટલે તેની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવનાર 4 વ્યક્તિઓમાં પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.