રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. રાજસુય યજ્ઞમાં 300 બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે. 51 તીર્થોથી આવેલા જળ અને 100 પ્રકારની ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો. આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ સાંધ્યપૂજન પણ કરવામાં આવશે.
શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજતિલક સમારોહમાં જળ, ઔષધિઓ સાથે 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે. જેમાં ગૌશાળા, બળદના પગની માટી, રથના પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી. રાજમહેલની માટી, પીપળાના વૃક્ષના નીચેની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંતમાંથી ઉખડેલી માટી સહિત તમામ માટી દ્વાવા રાજ્યાભિષેક કરાશે. શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે રાજ્યાભિષેક કરવાથી રાજાના શરીરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.