ચૂંટણી પંચે એકનાથ શિંદેનાં વડપણ હેઠળની પાર્ટીને અસલી શિવસેના તરીકે માન્યતા આપ્યાના બીજા દિવસે આજે ઉદ્ધવ ઠાકરેએ પોતાના સમર્થકોને સંબોધન કરી પક્ષનાં ધનુષ બાણનાં પ્રતીકની ચોરી કરી ગયેલા ચોરને પાઠ ભણાવી દેવા જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે આજે બાન્દ્રામાં તેમનાં નિવાસસ્થાન માતોશ્રીની બહાર સન રૂફ સાથેની કારમાં બહાર ફર્યા હતા. આ સમયે માર્ગો પર એકઠા થયેલા સમર્થકોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે કાર્યકરોએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.