Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નર્મદાશંકર લાલશંકર દવેનું નામ ગુજરાતી સાહિત્યના વિવેચકોએ અમેરિકન ઢબે બોલ્ડ કરી નાખ્યું હતું. એને લોકો પ્લેઈન નર્મદ કે વીર નર્મદ કે કવિ નર્મદ(ઓફ જય જય ગરવી ગુજરાત ફેમ) તરીકે ઓળખે છે. ગઈ કાલે સુરતમાં (વ્હેલ એલ્સ) નર્મદની 161મી જન્મતિથિ ઊજવાઈ. સુરેશ દલાલે નર્મદની કવિતાના પ્રોફેસર રમેશ શુક્લ દ્વારા સંપાદિત 10 સંગ્રહોનું મંગળ વિમોચન કર્યું. ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા ઉપેક્ષિત લેખકો છે. નર્મદ આમાંનો એક છે. રમણલાલ વસંતલાલ દેસાઈ બીજા છે. એક અર્ધદગ્ધ વિવેચકે એક કમનસીબ લેખકને કે કવિને કપાળે એકાદ અધકચરી છાપ મારી દીધી કે પછી ગુજરાતીના અધ્યાપકોનો ગાડરિયો પ્રવાહ વાંહે વાંહે હાલ્યો આવશે. નર્મદની કવિતામાં કાવ્યતત્વ નથી અને રમણલાલ દેસાઈ તો વાર્તા કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે ભાષણ અને ફિલોસોફી હાંક્યે રાખે છે એવું એક ડિંડક કોઈક અડૂકિયાદડૂકિયાએ હલાવ્યું કે પછી એ તો બસ જાય હાલ્યું. યાદ રાખો, આ માણસ નામે નર્મદ 24મી ઓગસ્ટ, 1833ના રોજ જન્મ્યો હતો. એનું મૃત્યુ 1886માં થયું એ માણસે જે વિરાટ ફલક ઉપર અને જે ભવ્ય કેન્વાસ ઉપર સાહિત્યનું કામ કર્યું છે એને આપણે કદી પૂરતું એપ્રિશિયેટ નથી કર્યું. 53 વર્ષની ઉંમરમાં એણે 75 પુસ્તકો લખ્યાં. એ આપણો પહેલો ગધલેખક છે. કવિતા,નિબંધ, નાટક, ઈતિહાસ, ગુજરાતી ડિક્શનેરી (કોશ), આત્મકથા એમ તમામ ક્ષેત્રે એની કલમ ફરી વળી છે. નર્મદે પોતાની કલમ સમક્ષ પોતાનું મસ્તક નમાવીને કહ્યું હતું, હવે હું તારે ખોળે છઉં, ત્યારે ફ્રીલાન્સરોને કે લેખનજીવીઓને નિહાશિયો પુસ્તકાર મળતો હશે. નર્મદે દાંડિયો નામનું અખબાર કાઢ્યું. હિઝ વોઝ એ વનમેન શો. નિર્ભેળ ખંત, અજીબ ઉત્સાહ, અદમ્ય ઝંખના અને મિશનરી ઝીલથી નર્મદે અશક્યને શક્ય કર્યું હતું. નર્મદ માત્ર સુરતીઓનું જ નહીં, ગુજરાતનું આભૂષણ છે. એ માણસ પોતાના જમાના કરતાં ખૂબ ખૂબ આગળ હતો. 19મી સદીના મધ્યભાગમાં એટલે આજથી આશરે 145 વર્ષ આ બ્રાહ્મણે એક વિધવા સાથે લગ્ન કર્યું હતું. બિનધાસ્ત. એનામાં ન્યુરોટિક તત્વ હતું. એને જોસ્સાનું (એમ જ) અજીબ વળગણ હતું. લેખનને માટે જોસ્સો ચઢાવવા સારૂ આ લહેરી સુરતી લાલો છટાંક કે નવટાંક પી પણ લેતો, જંગલ મેં ચોર નાચા કિસીને ના દેખા. નર્મદ એટલે 19મી સદીના ગુજરાતી વનમેન જંગમ યૂનિવર્સિટી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ