દેશની નવરત્ન કંપનીમાં સામેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (SAIL)ના ટોપ મેનેજમેન્ટે ઓફિસર્સ ગ્રેડના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 5 ટકા વધારો કરવાની ભલામણ કરી છે. આ મામલાને લઈ સરકારી કંપનીએ શ્રમ મંત્રી સંતોષ ગંગવારને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે, જો SAIL મેનેજમેન્ટની આ ભલામણ માની લેવામાં આવશે તો, દરેક ઓફિસર ગ્રેડના કર્મચારીના પગારમાં પ્રતિમાહ 5000 રૂપિયાનો વધારો થઈ જશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, SAILએ એક ઓક્ટોબર 2019થી પોતાના ઓફિસર ગ્રેડના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવાની ભલામણ કરી છે. જો મોદી સરકાર SAIL મેનેજમેન્ટની ભલામણ માની લેશે તો, સેલ ઓફિસરોનો ડીએ 57.4 ટકાથી વધી 62.4 ટકા થઈ જશે.
સરકારી બેન્કોની જેમ જ સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓના કર્મચારીઓનો ડીએ ત્રિમાસિક વધે છે. પીએસયૂ હેઠળ SAILને તેનાથી રાહત નથી મળતી અને તેના કર્મચારીઓ પણ ત્રિમાસિક ડીએમાં વધારો મેળવવા યોગ્ય છે. સામાન્ય રીતે ડીએ Consumer Price Index (CPI)ને ધ્યાનમાં રાખી વધારવામાં આવે છે.