શરદ યાદવના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'શ્રી શરદ યાદવના નિધનથી અત્યંત દુઃખી છુ. તેમની લાંબી જાહેર કારકિર્દીમાં તેમણે પોતાને સંસદસભ્ય અને મંત્રી તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ પ્રભાવિત હતા. હું હંમેશા અમારી વાતચીતને સાચવીને રાખીશ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. શાંતિ.