રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું હતું, તે અંગે રાજ્ય સરકારે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારે સહાય પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોને નિયત સમયમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે.
અરજી સાથે આ ડોક્યુમેન્ટ આપવા પડશે
અરજી કરવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12, 8-એ, બેન્ક એકાઉન્ટ માટે પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું “ના વાંધા” અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, એક ખાતામાંથી એક જ અરજી કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તેમ વધુમાં જણાવાયું છે.