ટ્વિટરે પોતાની જાહેરાત અનુસાર, વેરિફાઈડ એકાઉન્ટથી ફ્રી બ્લૂ ટિક હટાવી દીધા છે. જેમાં CM યોગી, વિરાટ કોહલી, રોહિત શર્મા, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અદાણી, મહિન્દ્રા, રતન ટાટા જેવી હસ્તિઓ સામેલ છે. જે લોકોએ ટ્વિટર બ્લૂ પ્લાન માટે પૈસા નહીં ભર્યા હોય તેમનું બ્લૂ ટિક હટાવી દેવાયું છે. મહત્વનું છે કે, મસ્કે એલાન કર્યું હતું કે 20 એપ્રિલથી ફ્રી બ્લૂ ટિક હટાવી દેવાશે.