કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નું સમાપન 30 જાન્યુઆરીએ થવાની તૈયારીમાં છે. યાત્રાના છેલ્લા પડાવમાં કોંગ્રેસ પક્ષ સાથે ઘણા રાજકીય પક્ષો જોવા મળશે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 11 જાન્યુઆરીએ 21 પક્ષોને આમંત્રણ પત્ર મોકલ્યું છે, જેની જાણકારી રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ટ્વિટ કરીને આપી છે