દિલ્લી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના નિવેદનો બેફામ થતાં જાય છે. ભાજપના સાંસદ પ્રવેશ વર્મા બાદ મોદી સરકારના મંત્રી પ્રકાશ જાવેડકરે પણ દિલ્હીના મુખ્યમંત્રીને આતંકવાદી કહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યું હતું કે, કેજરીવાલ નિર્દોષ ચહેરો બનાવીને પૂછે છે કે શું તેઓ આતંકવાદી છે ? તો આ વાતના અનેક પુરાવા છે પ્રકાશ જાવેડકરના આ નિવેદન પર આમ આદમી પાર્ટી ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા જઈ રહી છે.
જાવડેકરના આ નિવેદન પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું, આ દેશની રાજધાનીમાં આ બધુ થઈ રહ્યું છે જ્યાં કેન્દ્ર સરકાર બેસે છે અને ચૂંટણી પંચ હાજર છે. એક કેન્દ્રીય મંત્રી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે? જો કેજરીવાલ આતંકવાદી છે તો હું ભાજપને ચેલેન્જ કરુ કે તેમની ધરપકડ કરે.