તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે પોતે આપેલાં વચનોનો અમલ કરવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (મંગળવારે) સવારે હાઇલેવલ બેઠક બોલાવી હતી. કેજરીવાલે પોતાના સાથીદારોને કહ્યું કે દિલ્હીવાસીઓને આપણે આપેલાં વચનો પૂરાં કરવા હવે તમે કમર કસી લ્યો. આપણે કામ કરીને બતાવવાનું છે. ભાજપની જેમ વાતોનાં વડાં કરવાનાં નથી. કેજરીવાલે દિલ્હીવાસીઓને સંબોધતાં એવી ખાતરી આપી હતી કે તમે ચિંતા નહીં કરો. અમે અમારાં વચનોનો અમલ કરવામાં પાછી પાની નહીં કરીએ.