દેશમાં કોરોના વાયરસ (COVID-19)થી અગ્રિમ પંક્તિ પર લડી રહેલા કોરોના વોરિયર્સ (Corona Warriors) માટે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે બેચરલ ઓફ મેડિસિન એન્ડ બેચરલ ઓફ સર્જરી એટલે કે MBBSમાં કોરોના વોરિયર્સના સંતાનો માટે પાંચ સીટો રિઝર્વ રહેશે. સરકારી સમાચાર સેવા પ્રસાર ભારતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રીએ એવું પણ જણાવ્યું કે કયા લોકો કોરોના વોરિયર્સના દાયરામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એવી પણ જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજમાં MBBS સીટોમાં 5 સીટ કોરોના વોરિયર્સના બાળકો માટે અનામત રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના વોરિયર એ છે જેઓ જમીન પર કામ કરનારા આશા વર્કર્સ અને હૉસ્પિટલમાં કામ કરનારી નર્સ કે ડૉક્ટર છે. તેમના સંતાનો માટે રાષ્ટ્રોય કોટામાં 5 સીટ અનામત રાખવામાં આવી છે. મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે.