રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થઈ જતા લગ્નઉત્સુકો અને તેમના સગા સંબંધીઓમાં આયોજકો પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. જાન જાનૈયા અને કન્યા પક્ષ રસ્તા પર આવી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જો કે આયોજકો ફરાર થઈ જતા હોબાળો મચ્યો હતો.