અમદાવાદમાં ચૂંટણી અને મેચના આયોજન બાદ કોરોનાનો જબરજસ્ત વિસ્ફોટ થયો છે. રોજેરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.
ગઈ મોડી રાતના મ્યુનિ.ના હેલ્થ વિભાગે વધુ ૩૯ હોસ્પિટલોમાં ૬૧૮ બેડની સુવિધા ઉભી કરાયાની જાહેરાત કરી છે. બે દિવસ પહેલાં ૨૯ હોસ્પિટલોમાં ૫૭૨ બેડ વધારાયાનું કહ્યું હતું. આમ કુલ ૬૮ હોસ્પિટલોમાં ૧૧૮૦ બેડનો વધારો થયો છે. પરંતુ મ્યુનિ.ની જાહેરાત બાત જે તે હોસ્પિટલોમાં ત્રણ- ત્રણ દિવસ સુધી દર્દીઓને પ્રવેશ અપાતો ના હોવાથી ૧૦૮માં દર્દીને અહીંથી તહીં ભટકવું પડે છે.ગઈ રાતના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી હતી આમાંની મોટા ભાગની ૧૦૮ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા પછી 'જગ્યા નથી'નો જવાબ સાંભળ્યા બાદ સિવિલ પહોંચી હતી.