ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સાથે જ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થયા બાદ ફરી વાર હોબાળો યથાવત્ રહેતાં આવતીકાલ સુધી સંસદના બંને ગૃહો સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. તેની સાથે સત્તા પક્ષે મણિપુર મામલે ચર્ચા કરવાની તૈયારી પણ બતાવી હતી.