રાજપીપળાના દેવલિયા તિલકવાડા મેઈન રોડ આવેલ જેટકો વિજકંપનીના સબસ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી. સબ સ્ટેશનમાં ઓઇલ ભરેલી ડીપી ફાટતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખું સબસ્ટેશન બળીને ખાખ થઇ ગયું હતું. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, હાલમાં તો શોટસર્કિટને લઈને આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તિલકવાડા વિસ્તારના અંદાજે 60 ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. રાજપીપળા નગરપાલિકા અને નર્મદા નિગમના ફાયર ફાયટર મંગાવવામાં આવ્યા હતા અને ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવામાં આવ્યો હતો.