સોશિયલ મીડિયા પર બે દિવસ અગાઉ શિક્ષિત બેરોજગારોએ સરકારી ભરતી ઉપરાંત નિમણૂંક પત્રને લઈને ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. તેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા સાઈટ પર સરકારી ભરતીઓ અંગે આંદોલન કરવાની ચિમકીના મેસેજ ફરતા થયા હતા. જેના લીધે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ગાંધીનગરમાં ઉમટી ના પડે તેના માટે પાટનગરને પોલીસ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યુ છે.
રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ સરકારી નોકરીમાં ભરતી, નિમણૂંક પત્ર સહિતના મુદ્દાના પગલે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.તેના લીધે સરકારની ચિંતા પણ વધી ગઈ છે. આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ ના કરે તેના માટે ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં SRPFની એક ટીમ ફાળવાઈ છે.