સંસદના બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, નવા કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ સુધી મુલતવી રાખવા ખેડૂતોને કરવામાં આવેલી ઓફર હજી યથાવત્ છે. સરકાર તેનાં વચનોનું પાલન કરવા કટિબદ્ધ છે. સરકાર ખેડૂતો સાથે ગમે ત્યારે વાતચીત કરવા તૈયાર છે. મારી અને ખેડૂતો વચ્ચે ફક્ત એક જ ફોન કોલની દૂરી છે. ખેડૂતોથી સરકાર અને કૃષિ પ્રધાન ફક્ત એક ફોન જ દૂર છે. એક ફોન કરવાથી કૃષિ પ્રધાન ખેડૂત સાથે વાતચીત કરવા તૈયાર છે. સરકાર સંસદમાં પણ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. પીએમ મોદીએ વિપક્ષી નેતાઓને જણાવ્યું કે, સરકાર પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા સતત પ્રયાસો કરી રહી છે.