પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારિકરે ભાજપ પર નિશાન સાધતાં એવું જણાવ્યું કે પિતાના મોત બાદ ભાજપમાં વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઈ ગયા છે. મારા પિતાના સમયે વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ભાજપમાં મૂળમાં હતા, પરંતુ ૧૭ માર્ચ બાદ ભગવા પાર્ટીએ અલગ રાહ પકડી લીધી છે. તેમણે કહ્યું કે આવનાર સમય દેખાડશે કે આ સાચું છે ખોટું. ઉત્પલે કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેમના પિતાનો રસ્તો નથી. મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે હું એ વાત જાણતો હતો કે આવું થશે. પરતુ ગોવાના લોકોને તો હવે ખબર પડી.