દિલ્હીથી લઈને આંધ્ર પ્રદેશ સુધીના રાજ્યોએ કોલસાની અછતના કારણે વીજકટોકટીની સમસ્યા સર્જાવાની ચેતવણી આપતાં કેન્દ્ર સરકારે રવિવારે વીજ એકમોને વીજળીના ઉત્પાદન માટે પર્યાપ્ત સંશાધનો મળી રહે તે માટે બધા જ સંશાધનોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ અંગે લોકોમાં ભય ફેલાયેલો છે ત્યારે કોલસા મંત્રીએ વીજપૂરવઠાની સમસ્યાને માત્ર અફવા ગણાવી છે. તેમણે રાજ્ય સરકારો સહિત બધાને આશ્વાસન આપતા કહ્યું કે વીજળીનો પૂરવઠો ખોરવાઈ જવાનું જરા પણ જોખમ નથી. કોલ ઈન્ડિયા લિ. પાસે ૨૪ દિવસની કોલસાની માગ જેટલો ૪૩ મિલિયન ટનનો પર્યાપ્ત સ્ટોક છે.