ભારતમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પરિણામે કોરોનાનો પ્રસાર અટકાવવા મોટભાગના રાજ્યોએ નાઈટ કરફ્યૂ સહિતના નિયંત્રણો લાગુ કર્યા છે. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)નાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. દરમિયાન નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૮,૦૦૦ અને દિલ્હીમાં ૧૭૮૯ કેસ નોંધાતા કોરોનાના કુલ દૈનિક કેસ ૨૦,૦૦૦ જેટલા થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.