વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થઈ ગયા પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપના બંધારણમાં ૭૫ વર્ષની વયે નિવૃત્ત થઈ જવા અંગે કોઈ નિયમ નથી તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ સાથે તેમણે દાવો કર્યો કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા, કોઈ નીતિ કે કોઈ કાર્યક્રમ રહ્યા નથી. તેથી તેઓ આવા અર્થહીન દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે ત્યારે તેઓ નિવૃત્ત થઈ જશે અને અમિત શાહને પીએમ બનાવી દેશે તેવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના દાવા સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો.