ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રામ-લહર અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું : રામ લહર જેવી કોઈ લહર નથી. વાસ્તવમાં પ્રાણ પ્રતિષ્ઠા તો ભાજપનો રાજકીય કાર્યક્રમ બની રહ્યો હતો. આ સાથે રાહુલે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિશ્વાને પણ ઝપટમાં લેતાં કહ્યું 'હિમંતા બિસ્વા તો સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું લોકો સાથે વાત કરૃં છું ત્યારે તેઓ રાજ્યમાં વ્યાપી રહેલી બેકારી, ભ્રષ્ટાચાર, અને મોંઘવારી અંગે ફરિયાદ કરે છે. તેટલું જ નહીં પરંતુ, ખેડૂતો પરેશાન છે, યુવાનોને નોકરી મળતી નથી. અમે તે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ અને તેમાં કામયાબ પણ થયા છીએ.