વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તરે ડેટા સ્ટોરેજ કરવાની ફરજ પાડનારા ભારત સહિતના દેશોના નાગરિકો માટે એચ-વનબી વિઝા પર ૧૦-૧૫ ટકાની મર્યાદા લાદવાના અહેવાલો પર સ્પષ્ટતા કરતા અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારની કોઈ યોજના બનાવવામાં આવી નથી. શુક્રવારે સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, વિદેશી કંપનીઓે પર સ્થાનિક સ્તરે ડેટા સ્ટોરેજ કરવાનું દબાણ કરનારા ભારત સહિતના દેશો માટે એચ-વનબી વિઝા કાર્યક્રમમાં નિયંત્રણ લાદવા ટ્રમ્પ સરકાર વિચારણા કરી રહી છે. સમાચાર એજન્સીના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની આ પ્રકારની કોઈ યોજના વિચારણા હેઠળ નથી. ટ્રમ્પ સરકારો બાય અમેરિકન, હાયર અમેરિકનનો આદેશ અમેરિકી કામદાર વિઝા પ્રોગ્રામોની વ્યાપક સમીક્ષા માટે છે. તેમાં કોઈ ચોક્કસ દેશને લક્ષ્યાંક બનાવવાની વાત નથી.