હિન્દુ પક્ષકારો તરફથી જ્ઞાનવાપી મસ્જિદમાંથી 'શિવલિંગ' મળવાનો દાવો કરાયા પછી દેશમાં ફરી એક વખત મંદિર-મસ્જિદનું રાજકારણ ગરમાયું છે. એવા સમયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મંદિરો અંગે કોઈ આંદોલન નહીં કરે. તેમના જ્ઞાનવાપી જેવા વિવાદોનો પારસ્પરિક સમજૂતીના માધ્યમથી ઉકેલ લાવવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની કોઈ જરૂર નથી.