રૂપજીવીનીનો વ્યવસાય જે દેશમાં અપરાધ છે અને લોહીના વેપારમાં સંડોવાયેલાને દંડિત કરવામાં આવે છે તેવામાં કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે રૂપજીવીનીની સેવા લેનાર ગ્રાહકને દંડિત ના કરી શકાય. હોટેલમાં પોલીસ રેડ દરમિયાન રૂપજીવીની સાથે જાતીય સમાગમ કરતાં ઝડપાઈ ગયેલી વ્યક્તિ સામે દાખલ થયેલા કેસને રદ કરતાં ન્યાયમૂર્તિ કે.એન.પનીન્દ્રની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે રૂપજીવીનીના ગ્રાહકને દંડિત કરવા કાયદામાં કોઈ દંડકીય જોગવાઈ નથી. કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરનારી વ્યક્તિ બેંગ્લુરૂ ખાતેના રૂપજીવીની બજારનો ગ્રાહક હતો.