કેન્દ્ર સરકારે શુક્રવારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી હોવાની જાહેરાત કરી હતી. જ્યારે દેશી ચણાની આયાત પર 31 માર્ચ, 2025 સુધી કોઈ ડ્યૂટી લાગૂ નહિં થાય. હાલમાં જ સરકારે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરી ખેડૂતોને રાહત આપી હતી. પરંતુ ડ્યૂટીમાં વધારો કરતાં નિકાસકારોની કમાણી ઘટશે.