જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ પર સકંજો કસવા કાયદા પંચે કેન્દ્ર સરકાર ને કડક ભલામણ કરી છે. આરોપી જ્યાં સુધી નુકસાન કરેલી જેટલી રકમ ન ભરે, ત્યાં સુધી તેના જમીન ન કરવા પંચે ભલામણ કરી છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી (PDPP) એક્ટમાં પણ સુધારા કરવાની સલાહ આપી છે. આ ભલામણ કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ ઋતુ રાજ અવસ્થીની આગેવાની હેઠળની કમિટીના રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, જાહેર સંપત્તિને નુકસાન કરવાના મામલામાં પીડીપીપી કાયદા હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરવવા અને સજાનો ડર પૂરતો નથી.