(મુકેશ આંજણા)
પ્રેમ જીવનને લીલુંછમ રાખે છે. પ્રેમમાં પડ્યા પછી યાદનો બાગ સોળે કળાએ ખીલતો હોય છે. દિલના એકાદ ખૂણામાં યાદ ઉમ્રભર રહે છે. માણસ ગમે તેટલી કોશિશ કરે પરંતુ પ્રેમની મીઠી પળો ભૂલી શકતો નથી. આપણે પ્રેમની નિષ્ફળતા ભૂલી જવાની કોશિશ કરીએ છીએ પરંતુ જેને ભૂલવા માંગીએ તેની યાદનો દરિયો આપણી અંદર સતત ઉછળ્યા કરે છે.
પ્રેમમાં સો ટકા સુખ મળશે એની કોઈ બાંહેધરી હોતી નથી .પ્રેમ પીડા છે, પ્રેમ સુખનું ધામ છે, પ્રેમ દિલનો સંવાદ કરાવે છે. પ્રેમ એકબીજાની જરૂરીયાત છે, પ્રેમ જીવનને હર્યું- ભર્યું રાખનાર અણમોલ પારસમણી છે અને પ્રેમ લાગણીનો ઇતિહાસ છે ... પ્રેમ વિશે અસંખ્ય વાક્યો લખી શકાય છે. પ્રેમની પીડા રૂપાળી છે કેમ કે તે જીવનને અનુભવના દરવાજા તરફ લઇ જાય છે.
પ્રેમની પીડાથી મહાન સર્જકો પણ બાકાત રહ્યા નથી. મહાન પંજાબી લેખિકા અમૃતા પ્રીતમે મહાન શાયર સાહિર લુધિયાનવીને ગળા ડૂબ પ્રેમ કર્યો હતો. અમૃતા પ્રીતમને પણ પ્રેમમાં પછાડાટ મળી હતી. અમૃતા પ્રીતમે પોતાની આત્મકથા “રસીદની ટીકીટ”માં સાહિર લુધિયાનવી સાથેના પ્રેમ વિશે લખ્યું છે , જયારે સાહિર અમૃતા પ્રીતમને મળવા આવતા ત્યારે ઉભા-ઉભા સિગારેટ પીતા. રાખદાનીમાં અમૃતા પ્રીતમ સિગારેટના ટૂકડા સંભાળીને રાખતી. સાહિર ગયા પછી સાહિરે પીધેલી સિગારેટના ટુકડા અમૃતા પ્રીતમ પીતી. અમૃતા પ્રીતમે દર્દ ભરી સુવિખ્યાત કવિતા લખી છે. ‘સાતમી કિરણ’ નામનાં કાવ્ય સંગ્રહ માંથી કવિતા પંક્તિ:
કભી તો કોઈ ઇન દીવારો સે પૂછે કી કૈસે મુહબ્બત ગુનાહ બન ગઈ હૈ,
દેખા ઉન્હેં તો જો ઉન કી નઝર થી વહી તો ખુદા કી નિગાહ બન ગઈ હૈ ...
અમૃતા પ્રીતમને સાહિરના પ્રેમની પાછળ ખૂબ પીડા મળી હતી. અમૃતા અને સાહિર વચ્ચે પ્રેમનો તંતુ અતૂટ રહ્યો નહી. એવો સમય આવ્યો કે બંને દૂર થઇ ગયા. અમૃતા પ્રીતમને પ્રેમની પછડાટે દિલમાં ઊંડા જખ્મ આપ્યા હતા. સાહિર મુંબઈ હતા, અમૃતા પ્રીતમે સાહિરને ફોન કરવાનો વિચારમાં કર્યો હતો. તે સમયે ખબર પડી કે સાહિરને બીજો પ્રેમ મળી ગયો છે. અમૃતા પ્રીતમ “રસીદી ટિકિટ નામની આત્મકથામાં ઉદાસી ભર્યા દિવસો વિશે લખ્યું છે “ “ઉન્હી દિનો મૈને અપને મન કી દશા કો ઓસ્કાર વાઇલ્ડ કે ઇન શબ્દો મેં પહેચાના થા ,મૈને મર જાને કા વિચાર કિયા ... એસે ભીષણ વિચાર મેં જબ કુછ કમી હુઈ તો મૈને જીને કે લીયે અપના મન પક્કા કર લીયા. ઉદાસી કો મેં અપના એક સાહી લિબાસ બના લુંગા ઔર હર સમય પહને રહુંગા... જિસ દહલીજ કે અંદર પાંવ મેરી ઉદાસી કે સાથ -સાથ ચલા કરેંગે ...લોગોને મુજે સલાહ દી હૈ કી યહ સબ કુછ જો દૂ:ખદાયી હૈ, મૈ ભૂલ જાઉં , મે જાનતા હું ઇસ તરહ કરના બિલકુલ ઘાતક હૈ. ઇસકા અર્થ હૈ કી ચાંદ -સુરજ કી સુંદરતા, સવેરે કી પહલી કિરનોં કા સંગીત , ગહરી રાતોં કી ખામોશી, પત્તો મેં છનતી હુઈ મેંહ કી બુંદે, ઘાસ પર ફિસલતી હુઈ ઓસ, પર સબ કુછ મેરે લિયે કડવા હો જાયેગા અપને અનુભવ સે ઇન્કારી હોના ઐસા અપની જિંદગી કો હોંઠો મેં કોઈ જુઠ ભર લે.. યહ અપની રૂહ સે ઇનકારી હોના હૈ ”
પ્રેમની નિષ્ફળતા મળવાથી અમૃતા પ્રીતમે જીવનને સર્જનાત્મકતાના શિખરે પહોચાડ્યું હતું. અમૃતાજીનું સાહિર સાથે જીવનભર રહેવાનું સપનું ભલે સાકાર થયું નહી પરંતુ સાહીરનો પ્રેમ દીવા સમાન હતો. સાહિરના પ્રેમ માંથી અમૃતા પ્રીતમને રૂહાનિયાત પ્રાપ્ત થઇ હતી. અમૃતા પ્રીતમે લખ્યું છે-
તૂ જિંદગી જૈસી ભી હૈ
વૈસી મુજે મંજુર હૈ
જો ખુદી સે દૂર હૈ
વહ ખુદા સે દૂર હૈ
છોડ કર તુજે
મૈ જાઉંગા કિસ જહાં મેં
હર તરફ તૂ હી તૂ
ઔર તેરા હી નૂર હૈ
અમૃતા પ્રીતમને જ્યારે જ્ઞાનપીઠ અવોર્ડ મળ્યો ત્યારે દૈનિક પત્રોમાં છાપવા માટે પત્રકારોએ એમની પાસે એમને ફોટો માગ્યો. ત્યારે અમૃતા પ્રીતમે પોતાની તસ્વીર પર સાહિરનું નામ લખ્યું હતું. અમૃતા પ્રીતમે શરીરમાં ચાલતા લોહીમાં સાહીરનો પ્રેમ ભળી ગયો હતો. અમૃતા પ્રતીમના પ્રેમ વિશે ડૉ.મોહનજીત નામના લેખકે એક મુલાકાતમાં કહ્યું હતું કે “કોઈ તલપનું બીજું મુકામ પ્રેમ છે. પ્રેમ અને પરમાત્મા એવી ચીજ છે. જેની સરખામણી કોઈ સાથે થઇ શકે નહી. પ્રેમનો સિદ્ધાત કોઈ શાસ્ત્ર નથી, તેનો અર્થ ક્યાંય મળતો નથી .પ્રેમ એક રૂપાળો દરવાજો છે, આ દરવાજામાંથી પસાર થઈએ તો જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું છે તેવો અહેસાસ થશે.” અમૃતા પ્રીતમે પ્રેમની સાધના કરી હતી. પ્રેમમાંથી જીવન જીવવાની કળા શોધી હતી. એક જાણતી કાવિતાની પંક્તિ:
મેરે દિલ કે કચ્ચે આંગન સે,
તેરે નામ કી મિટ્ટી બોલ રહી હૈ.....
ગુજરાતી કવિ સુરેશ દલાલે પ્રેમ વિશે કહ્યું છે કે “પ્રેમમાં પૂર્વ શરત ન હોય, મનમાની ન હોય, અરસ પરસની સોદાબાજી ન હોય , નફા ખોટના ખ્યાલ ન હોય, લેવડ –દેવડનો વહેવાર ન હોય, પોતાનાને પીડવાની કે સામેનાને પીડવાની વૃત્તિ ન હોય , પ્રેમ અંદરની એકમેકની ગરજ છે, એની સાથે એક મેક ની ખુશી સંકળાયેલી છે, એક નર્યો રાજીપો છે, નરી પ્રસન્નતા છે, સાથે રહેવાની ઝંખના છે, છૂટ્ટા પડ્યાતો એકમેક માટે ઝુરવાનો આનંદ છે, જેમાં દૂર રહ્યા પણ બે પાત્રો એકમેકની લાગણીનું ઝીણું ઝીણું જતન કરે છે અને ઝીણી ઝીણી ચિંતા કરે છે , જેમાં એકબીજાના સુખ માટેની પ્રાર્થના થતી હોય છે
૨૧મી સદીમાં પ્રેમ સંબંધ ઝાઝો સમય ટકતો નથી. માસણમાં સમજણ ખૂટે ત્યારે કોઈ અણબનાવ બનતો હોય છે. એકબીજાને સમજવુંએ જીવનની સૌથી મોટી ઘટના છે . પ્રેમ સાચ્ચી મોકળાશ આપે છે અને “સ્વ” ની ઓળખ કરવાની તક આપે છે. પ્રેમ જીવનને બરબાદ કરવા માટે નથી પરંતુ જીવનનો પથ ઉજળો કરવા માટે છે. પ્રેમની નિષ્ફળતા, પીડામાંથી જીવનનની ઓરીજનાલીટી પ્રાપ્ત થાય છે અને સત્યના સન્મુખ જઈ શકાય છે. પ્રેમમાં મળતી નિષ્ફળતા જીવનમાં મજબૂતી પ્રદાન કરે છે.
પ્રેમની પીડા જીવનમાં સર્જનાત્મકતાનો સેતુ બની શકે છે. પ્રેમની પીડા ઉચ્ચ કોટીની હોય છે. પ્રેમ સર્વ શક્તિમાન છે. સ્વાર્થ હિન પ્રેમ હંમેશા જીવનને પ્રકાશમય બનાવે છે.