વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ કરવા મામલે અલ્હાબાદ હાઈકોર્ટના આજે સુનાવણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'જ્ઞાનવાપીની જમણી બાજુએ ભોંયરું આવેલું છે જ્યાં વર્ષ 1993 સુધી હિન્દુઓ પૂજા કરતા હતા. ઓર્ડર 40 નિયમ 1 સીપીસી હેઠળ, વારાણસી કોર્ટે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કર્યા. આ નિર્ણય મુસ્લિમોના અધિકારોને કોઈપણ રીતે અસર કરતું નથી કારણ કે મુસ્લિમોએ ક્યારેય ભોંયરામાં નમાઝ અદા કરી નથી.'