Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 (જયનારાયણ વ્યાસ દ્વારા)

નર્મદા યોજના, ગુજરાતની પાણીની સમસ્યા અને આવનાર ભવિષ્ય અંગે જે કાંઇ લખાયું તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ૨૧૮ વાચકોએ આ માહિતી શેર કરી છે, ૧૦૦ જેટલી કોમેન્ટ અને ૪૫૦ જેટલી લાઈક્સ આવી છે. આનો અર્થ એ થાય કે અંદાજે ૭૦,૦૦૦ કરતાં વધુ વાચકોને આ માહિતીમાં રસ પડ્યો છે. આનાથી એક વાત ચોક્કસ પુરવાર થાય છે કે સમસ્યાની ગંભીરતા અને આવનાર સમયમાં ઊભી થનાર કટોકટી સામે ધીરે ધીરે લોકજાગૃતિનો જુવાળ આવવા માંડ્યો છે. મને એનો આનંદ છે.

જે વાચકોએ પોતાનાં અવલોકનો આપ્યાં છે એ બધાનો એક-એક કરીને જવાબ આપવાને બદલે એમાંથી ઊભા થતા કેટલાક મહત્વના મુદ્દા અને આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો શું કરવું જોઈએ તે અંગે વિચારીએ. 

મારા મત પ્રમાણે નીચે મુજબ કામગીરી થાય તો ભયાનક જળસંકટ ઊભું થાય તે પહેલાં એના સામે પાળ બાંધી શકાય તેમ છે. આ મુદ્દા નીચે મુજબ છે.

(૧) સૌથી પહેલાં તો પાણીની વિકરાળ તંગી તરફ આપણે જઈ રહ્યા છીએ એ સત્યનો સ્વીકાર. False sense of confidence એટલે કે છેતરામણા આત્મવિશ્વાસની ભ્રાંતિમાંથી બહાર નીકળવું પડે. નર્મદાના દરવાજા ભીડાયા એટલે હવે પાણીની તંગી અને દુષ્કાળ ભૂતકાળ બની જશે એ વાત સાચી નથી તે સ્વીકારવું પડે. વસતિ વધે છે, પાણીની જરૂરિયાત વધશે અને સંગ્રહશક્તિ, ખાસ કરીને સ્થાનિક કક્ષાએ આપણે ખતમ કરી નાખી છે તેનો સ્વીકાર એ આ પડકારને પહોંચી વળવાનું પહેલું કદમ છે. તમે જો મુશ્કેલી છે એ નહીં જ સ્વીકારો અને શાહમૃગી નીતિ અપનાવશો તો પ્રશ્ન ઉકેલવામાં ક્યારેય સફળ નહીં બનો. 

(૨) તમારી પાસે સાચેસાચ શું છે અને ભવિષ્યમાં શું કરી શકાય તેમ છે એ બંને વાત તમારે પ્રમાણિકતાપૂર્વક સ્વીકારવી પડે. કલ્પસર જેવા પ્રોજેક્ટનો અંગુઠો મોંમાં મૂકીને છેલ્લાં પચીસ વરસથી આપણે ચૂસ્યા કરીએ છીએ. એ પ્રોજેક્ટ આડે એવડા મોટા અવરોધો છે કે જેને કારણે એ અભરાઈએ મુકાઇ ગયો છે. પણ હજુય એનો ઉલ્લેખ રાજકીય ખેલ પાડવામાં આ પક્ષ અને તે પક્ષ બંને પક્ષોએ થતો રહે છે. આટલાં વરસો પછી પણ સરકાર એવું કહેવાને તૈયાર નથી કે કલ્પસર નથી થવાનું. આવી સ્વીકૃતિને બદલે નિષ્ણાતોનાં નવાં નવાં જૂથ અને એમના અભ્યાસોમાં આ આખોય પ્રોજેક્ટ ગુંગળાઈ ગયો છે. આખો કલ્પસર વિભાગ ચાલે છે. જો આ પ્રોજેક્ટ થવાનો હોય તો રાજ્ય સરકારે એનું સમયપત્રક જાહેર કરવું જોઈએ અને તેના સાચા સ્વરૂપ વિષે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. ના થવાનો હોય તો વહેલી તકે અંગુઠો મોઢામાંથી કાઢી લેવો જોઈએ. આવું જ ગતકડું વચ્ચે રણસરોવર નામના પ્રોજેક્ટનું ઊભું થયેલું. પ્રજામત વિરુદ્ધ જાય એ બીકે આપણી લોકશાહીની ચૂંટાયેલી સરકારો હવે સાચું બોલવામાં પણ ક્યાંક ગભરાશે તો આ પ્રશ્નનો ઉકેલ ક્યારેય નહીં આવે. જે નથી થવાનું તે નથી થવાનું. પીવાના પાણીના પ્રશ્ને નર્મદા યોજનાનું કામ સારું થયું છે પણ બાકીના ઘણા બધા મુદ્દે ઘણા બધા પ્રશ્નો ઉકેલની રાહ જોઈને ઊભા છે. એટલે બંધના દરવાજા વસાયા એટલે હવે પાણીની તંગી અને દુકાળ ભૂતકાળ બની ગયો એ વાત સદંતર યોગ્ય નથી. નર્મદા યોજનાની મર્યાદાઓ એના અમલીકરણ વખતે જમીની સ્તરે નર્મદા એવોર્ડની જોગવાઇઓમાં કરવામાં આવેલા અથવા થઈ ગયેલા ફેરફારો વિગેરેની પ્રમાણિક ગણતરી કરી નર્મદા યોજનાના સાચા લાભ કેટલા મળવાના અને તેમાંય પાણી ભૂખ્યા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે સપના છે તે ખરેખર પૂરા થવાના કે કેમ તેની સ્પષ્ટ વાત હવે તો પ્રજા સમક્ષ આવવી જોઈએ. 

(૩) જે કોમેન્ટ આવી છે તેમાં બધો જ દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળવાનો પ્રયત્ન ઘણા બધા મિત્રોએ કર્યો છે. આ વાત સાચી નથી. કુલ પાણીના વપરાશના ૮૦ ટકા પાણી ખેતી વાપરે છે, ૧૫ થી ૧૬ ટકા ઉદ્યોગો વાપરે છે અને ૪ થી ૫ ટકા પીવાના તેમજ અન્ય વપરાશમાં કામ આવે છે. આ ખેતીમાં વપરાતા કુલ પાણીમાંથી લગભગ ૨/૩ ભાગનું પાણી માત્ર ડાંગર અને શેરડી વાપરે છે. આ પાક ઓછા પાણીએ કઈ રીતે લઈ શકાય અથવા વિકલ્પે ત્યાં બીજું શું વાવી શકાય તેની વિચારણા કૃષિ વૈજ્ઞાનિકો, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ, ખેડૂત સમાજ અને એના સંગઠનો, આ બધાએ ભેગા મળી કરવી જોઈએ અને સ્વૈચ્છિક રીતે આવનાર સમયમાં ખેડૂતની આવક ઘટે નહીં તે રીતે ઓછા પાણીની ખેતી અથવા ફરજિયાત ડ્રીપ અને સ્પ્રિંકલર ઉપર આધારિત સિંચાઇ વયવસ્થાનો વિચાર કરવો પડે. જ્યાં હોર્સપાવર ઉપર વીજળીના ચાર્જ લેવાય છે ત્યાં પાણીનો મહત્તમ દુરુપયોગ થાય છે. હોર્સપાવર ઉપર વીજળીનું બિલ લેવા પાછળ જ્યાં પાણીના તળ ઊંડા છે તે ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણી બહુ મોંઘા દરે ન મળે તે વાત રહેલી છે. જ્યાં નહેરો છે તેની સરખામણીમાં ટ્યૂબવેલ થકી પાણી લેતા ખેડૂત માટે આ સવલત કરવામાં આવી છે. પણ પછી મોટર ચાલુ જ રહે અને એ પાણી ઢાળીયું તોડીને નેળિયા ભરે એવી બેજવાબદારી જરાય ન ચલાવી લેવાય. સરકાર આમાં શેને માટે પડે? કેમ ખેડૂત આગેવાનો જ્યાં આવું થતું હોય ત્યાં સામૂહિક રીતે જ ઠપકો અપાય તેવું ના કરે? અને પાણીનો વેડફાડ બંધ થાય તેની જવાબદારી ન લે? બધું જ સરકારે કરવાનું અને આપણે આ દેશના વસતિ વધારાના પવિત્ર કાર્ય સિવાય કશું જ નહીં કરવાનું એવી બેજવાબદાર લોકશાહી સત્યાનાશ તરફ લઈ ગઈ છે અને લઈ જશે. એક સમયે અમેરિકાના પ્રમુખ જે. એફ. કેનેડીએ કહ્યું હતું, ‘તમારો દેશ તમારા માટે શું કરશે એ ના પૂછો, તમે દેશ માટે શું કરવા માંગો છો એવું તમારી જાતને પૂછો ને!’ સરકાર બધું જ કરે અને આપણે પાણીનો બેફામ બગાડ કરીએ, તળાવો પૂરી નાખીએ, એના ઉપર આડેધડ બાંધકામ કરી નાખીએ તો સરકાર પાસે એવી કોઈ જાદુઇ લાકડી નથી કે જેનાથી તમારી સમસ્યા ઉકેલાઈ જાય. સરકાર સરકારનું કામ કરે પણ પાણીનો અસરકારક ઉપયોગ કરવાનું કામ નાગરિક તરીકે આપણે કરવું જોઈએ. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સરકારી તંત્ર આ સમસ્યા ઉકેલી નાખશે એવા ભ્રમમાં જીવે રાખવાનું અને એક દિવસ બધું કડડભૂસ થઈને તૂટી પડે તેની રાહ જોવાની.

(૪) પાણી સંઘરવા માટેના જે ઉપાયો કરવામાં આવે છે તે એક રાજકીય કામગીરી બની ગયા છે અને માટીકામ કેટલું થયું એ પાણી કેટલું સંઘરાશે એનો અંદાજ ન બની શકે. વસ્ત્રાપુરનું તળાવ અને ગાંધીનગર સરકીટ હાઉસના રસ્તે પ્રકૃતિ ઉદ્યાનની સામી બાજુ થોડે  આગળ ખોદાયેલું જંગી તળાવ જેવાં અનેક તળાવોના માટીકામ સરકારી ચોપડે થયા હશે પણ એમાં પાણીના આવરા વગર આ તળાવો વરસોથી ખાલી પડ્યા છે. જળસંચય અભિયાનનો મતલબ માટીકામ નહીં પણ આવરા સાથે એક સંપૂર્ણ સ્વતંત્ર ડિઝાઇન કરી જ્યાં માટીકામ થયું હોય તે તળાવો સરેરાશ ૨૦ ઇંચ વરસાદ થાય તો છલોછલ ભરાયેલા હોવા જોઈએ એવું વોટર ઓડિટ નહીં થાય ત્યાં સુધી માટીકામ થઈ જશે પણ જળસંગ્રહ નહીં થાય. 

(૫) ઉપરોક્ત બાબતોને લક્ષમાં રાખીને મેં તા. ૩૦.૬.૨૦૧૮ના રોજ લખેલ લેખ ‘ગુજરાતનાં જળસંસાધનોનાં મેનેજમેન્ટ થકી ઘણું બધું પાણી બચાવી / મેળવી / સંગ્રહિત કરી શકાય છે’ અહીંયાં ફરી ઉતારું છું. 

નાના નાના માઇક્રો વોટર મેનેજમેન્ટના પ્રયોગો થકી કેવું મોટું પરિણામ લાવી શકાય છે તેની સમજ આપણે જ્યારે રાજેન્દ્રસિંહ, અન્ના હજારે, મહાનોર અને ડૉ. વિઠુભાઇ પટેલ જેવાનું કામ અને એ થકી ખેડૂત અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાના સશક્તિકરણની વાત જોઈએ ત્યારે આવે છે. શહેરીકરણે જો કોઈ મોટી તબાહીનાં મૂળ નાખ્યાં હોય તો તે છે વસવાટો અને વ્યાપારી એકમો માટે આડેધડ બાંધવામાં આવેલ મકાનો જેને કારણે પાણીના વહેળા અને નાના મોટા તળાવોનો ભોગ લેવાયો. આટલું જાણે ઓછું નહોતું તેમ નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેનું તો કોઈ આયોજન જ નથી હોતું. લગભગ અણઘડ અને તાત્કાલિક આપત્તિ ટાળવા માટે સ્ટોર…

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ